Monday, December 9, 2019

38 વર્ષીય જો આકિન હેટ્રિક કરનાર સૌથી ઉંમરલાયક ફૂટબોલર, 55 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો December 09, 2019 at 04:28PM

સ્પોર્ટ્સ ડેસ્ક: સ્પેનની ફૂટબોલ લીગ 'લા લિગા'માં રવિવારે રિયલ બેટિસના કપ્તાન જોઆકિન સાન્ચેઝે એથલેટિક બિલબાઓ સામે હેટ્રિક ગોલ કર્યા હતા. તેના શાનદાર પ્રદર્શન થકી બેટિસે બિલબાઓને 3-2થી હરાવ્યું હતું. જોઆકિન ટૂર્નામેન્ટના ઇતિહાસમાં ગોલ કરનાર સૌથી ઉંમરલાયક ગોલકીપર બની ગયો છે. તેણે 38 વર્ષ અને 140 દિવસની વયે હેટ્રિક નોંધાવી 55 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ રેકોર્ડ આર્જેન્ટિનાના એલ્ફ્રેડો ડી સ્ટેફાનોના નામે હતો. તેણે 37 વર્ષની ઉંમરે 1964માં રિયલ મેડ્રિડ માટે હેટ્રિક કરી હતી.

જોઆકિને મેચમાં બીજી, 11મી અને 20મી મિનિટે ગોલ કર્યો હતો. તે 20 મિનિટની અંદર હેટ્રિક ગોલ કરનાર સાતમો ખેલાડી બન્યો છે. મેચ પછી તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું કે, " હું આ દિવસને આખું જીવન યાદ રાખીશ."

જોઆકિને બેટિસ સાથે જ પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી
જોઆકિન સ્પેન માટે 51 મેચ રમ્યો છે. તેણે 2000થી બેટિસ સાથે જ પ્રોફેશનલ કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 2006થી 2011 સુધી વેલેન્સિયા, 2011થી 2013 સુધી મલાગા અને 2014થી 15 સુધી ફિઓરેન્ટિના માટે રમ્યો હતો. 2015માં તેણે ફરીવાર બેટિસ સાથે કરાર કર્યો હતો. તેણે લા લિગાની 533 મેચમાં 72 ગોલ કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જોઆકિને મેચમાં બીજી, 11મી અને 20મી મિનિટે ગોલ કર્યો હતો.

No comments:

Post a Comment