Sunday, December 8, 2019

પોલીસની હિંસાના વિરોધમાં ફૂટબોલ ફેન્સ એકજૂટ થયા, મેચનો અધવચ્ચે બહિષ્કાર કરી સ્ટેડિયમ છોડી જઈ રહ્યા છે December 09, 2019 at 12:13PM

મોસ્કોઃ રશિયામાં પોલીસની હિંસાના વિરોધમાં ફૂટબોલ ફેન્સ એકજૂટ થઈ ગયા છે. સમગ્ર રશિયામાં ફર્સ્ટ ડિવિઝન મેચ સમયે ફેન્સ 30મી મિનિટે સ્ટેડિયમ છોડી રહ્યા છે. ગત સપ્તાહે સ્પોર્ટ્સ મોસ્કોના સમર્થકોએ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. ત્યારથી રશિયાની ક્લબ મેચોમાં આ દ્રશ્ય જોવા મળી રહ્યા છે.

કઈ ઘટનાના વિરોધમાં ફૂટબોલ ફેન્સ?

ગયા સપ્તાહે સેન્ટ પિટર્સબર્ગમાં જેનિટ અને સ્પોર્ટ્સ ક્લબ વચ્ચેની મેચમાં પોલીસે 150 થી 200 ફૂટબોલ ફેન્સની ધરપકડ કરી હતી. જોકે તેમની ધરપકડ પાછળ કોઈ કારણ આપવામાં આવ્યું નથી. આ ઘટના બાદ ફૂટબોલ સમર્થકોના સંગઠન ફ્રાતારિયાએ એક નિવેદન જારી કર્યું છે. સંગઠને કહ્યું છે કે બન્ને ક્લબ એકબીજાથી દુશ્મનાવટ માટે જાણીતી છે. પોલીસે આ મેચને તેમના સમર્થકો માટે જોખમરૂપ ગણાવી હતી, જોકે આ મેચને લીધે હિંસા થઈ હોય તેવી કોઈ ઘટના સામે આવી ન હતી.

મેચ સમયે સામાન્ય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી

રશિયાની આર સ્પોર્ટ્સ ન્યૂઝ એજન્સીએ સાક્ષીને ટાંકી દાવો કર્યો હતો કે પોલીસે મેચ સમયે સમર્થકોને માર્ગો અને બારમાંથી ઉઠાવ્યા હતા. મોસ્કોમાં રહેતા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને તેમના ઉપર ઉપદ્રવ તથા ગુંડાગીરી કરવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. અહેવાલો પ્રમાણે જે લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમા એક ફેન પર ફૂટબોલર અર્ટેમ જ્યુબાનું અપમાન કરવા બદલ સ્ટેડિયમમાં દોઢ વર્ષ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

સરકારા આદેશ પર હિંસમુક્ત રહ્યો હતો વિશ્વ કપ

રશિયામાં ફૂટબોલ સ્ટેડિયમમાં વર્ષ 1990ના સમયતી હિંસા શરૂ થઈ હતી. ત્યારથી ટીમો વચ્ચેની લડાઈ મેદાનથી બહાર ફેન્સ વચ્ચેની લડાઈનું સ્વરૂપ બની ગઈ. આ પ્રકારના ઝઘડાનો એક કિસ્સો ત્રણ વર્ષ અગાઉ જોવા મળ્યો હતો. ફ્રાંસના માર્સેલમાં યુરો-2016 દરમિયાન રશિયાના ફેન્સ દ્વારા ઉપદ્રવ કરવામાં આવ્યો હતો. તેનાથી શહેરમાં ઘણુ નુકસાન થયું હતું.

રશિયા સરકારે આ ઘટનાને જોતા વર્ષ 2018ના વિશ્વ કપ પહેલા જ ક્લિન સ્ટેડિયમ પોલિસી શરૂ કરી હતી. સરકારની આ નીતિ ખૂબ જ અસરકારક રહી અને રશિયામાં કોઈ પણ હિંસક ઘટના વગર વિશ્વકપ પૂરો થયો. વર્તમાન સમયમાં ક્લબ મેચોમાં ફેન્સ વચ્ચે ઝઘડાની નાની-નાની ઘટના સામે આવતી રહી છે. પરંતુ વિશ્વ કપ બાદ પણ પોલીસે કડક વલણ જાળવી રાખ્યું છે.

મેચ છોડવાની અમારી અપિલ અસરકારક રહીઃ ફ્રાતારિયા

ફ્રાતારિયાના મેનેજર એન્ટનના જણાવ્યા પ્રમાણે સેન્ટ પિટર્સબર્ગમાં પોલીસે ફેન્સ સાથે જે વ્યવહાર કર્યો હતો તે ખરાબ હતો. આ વર્ષ જુલાઈમાં પોલીસે રોસ્તોવમાં સ્ટેડિયમની બહાર જઈ રહેલા સ્પોર્ટ્સ મોસ્કોના કેટલાક ફેન્સ સાથે મારપીટ કરી હતી. આ ઘટનાના કેટલાક ફોટો જાહેર થયા હતા, જેને પગલે રશિયાના ફૂટબોલ ફેન્સ ખૂબ જ ગુસ્સામાં આવી ગયા હતા. ફ્રાતારિયાના ફેન્સે 30મી મિનિટમાં જ મેચ છોડવાની જે અપિલ કરી હતી કે અસરકારક નિવડી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
રશિયામાં જેનિટ અને સ્પોર્ટ ક્લબ વચ્ચેની મેચોમાં ફેન્સ વચ્ચેની લડાઈ બિલકુલ સામાન્ય રહી છે (ફાઇલ ફોટો)

No comments:

Post a Comment