Sunday, December 8, 2019

બાસ્કેટબૉલ ખેલાડી રાધા રાવે રેલવેની નોકરી છોડી, અત્યાર સુધી 75 આદિવાસી ખેલાડીને ફ્રીમાં તાલીમ આપી ચૂકી છે December 09, 2019 at 12:00PM

શેખર ઝા, રાયપુર: બાસ્કેટબૉલની નેશનલ ખેલાડી રાધા રાવ કાલવા છ વર્ષથી છત્તીસગઢના રાજનાદગાંવ જિલ્લામાં આદિવાસી ખેલાડીઓને મફત તાલીમ આપી રહી છે. અહીંના ખેલાડીઓ નેશનલ અને ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં મેડલ જીતી ચૂક્યા છે. તેમાંથી બે ખેલાડી ઈન્ટરનેશનલમાં અને 20થી વધુ ખેલાડી નેશનલમાં મેડલ જીત્યા છે. નેશનલમાં 15 ખેલાડી જીતનારી રાધાને બાસ્કેટબૉલમાં પર્ફોર્મન્સના આધારે નોકરી મળી હતી. આદિવાસી ખેલાડીઓનો સ્ટેમિના અને સ્ફૂર્તિ જોઈને રાધાએ તેમને તાલીમ આપવાનું વિચાર્યું હતું. એ માટે તેણે નોકરી છોડી અને અત્યાર સુધી 75થી વધુ ખેલાડીને તાલીમ આપી ચૂકી છે. આ ખેલાડીઓને ખાનગી કંપનીઓ તરફથી ફ્રીમાં સ્પોર્ટ્સ કિટ મળે છે.

દંતેવાડાની ગીતાએ વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીત્યો
બાસ્કેટબૉલ ખેલાડી રાધા રાવે રેલવેની નોકરી છોડી, અત્યાર સુધી 75 ખેલાડીને ફ્રીમાં તાલીમ આપી ચૂકી છે
દંતેવાડાની ગીતા વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયનશિપમાં સિલ્વર જીતી ચૂકી છે. તેની સાથે તાલીમ લઈ ચૂકેલા ખેલાડીઓ સ્કૂલ નેશનલ અને ઓપન નેશનલમાં પણ મેડલ જીતી ચૂક્યા છે.

1. ગીતા યાદવ (દંતેવાડા): પેરિસમાં થયેલી વર્લ્ડ સ્કૂલ 3 ચેમ્પિયનશિપમાં સિલ્વર. નેશનલમાં 10 મેડલ.
2. રબિના પૈકરા (અંબિકાપુર): એશિયન પેસિફિક યૂથ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ. નેશનલમાં 10 મેડલ.
3. સુલોચના તિગ્ગા (મૈનપાટ): વર્લ્ડ સ્કૂલ ચેમ્પિયન શિપમાં ભાગ લઈ ચૂકી છે. નેશનલમાં 8 મેડલ.
4. નિશા કશ્યપ (અંબિકાપુર): એશિયન સ્કૂલ અને બે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઉતરી. નેશનલમાં 14 મેડલ.
5. શઆંતિ ખાખા (પત્થલગાંવ): નેશનલ ચેમ્પિયન શિપમાં 3 ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

દર વર્ષે ટૂર્નામેન્ટમાંથી ખેલાડીઓની પસંદગી, પતિ પણ રમત સાથે જોડાયેલા છે
નેશનલમાં રાધા છત્તીસગઢ સિવાય પંજાબ વતી પણ રમી ચૂકી છે. તે અત્યાર સુધી 20 નેશનલ અને ઈન્ટરનેશનલમાં ઉતરી છે. સારા પ્રદર્શનના કારણે તેને પશ્ચિમ રેલવેમાં નોકરી મળી હતી. પતિ રાજેશ્વર રાવ રાજનાંદગાંવ સ્થિર સાઈ સેન્ટરના ઈન્ચાર્જ છે. ત્યાર પછી રાધા નોકરી છોડીને રાજનાંદગાંવ આવી ગઈ. અહીં તેણે આદિવાસી ખેલાડીઓને જોયા, ત્યાં તેમની મહેનતથી તે ઘણી પ્રભાવિત થઈ અને તેથી તેણે તેમને તાલીમ આપવાનું વિચાર્યું. પતિએ પણ તેને સહકાર આપ્યો. 2013માં તાલીમની શરૂઆત થઈ. તે દંતેવાડા, પત્થલગાંવ જેવા અંતરિયાળ ગ્રામીણ ખેલાડીઓને પણ તાલીમ આપી ચૂકી છે. 32 વર્ષીય રાધા કહે છે કે, દરેક સિઝન માટે ખેલાડીઓની શોધ જાન્યુઆરીથી શરૂ થઈ જાય છે અને તે એપ્રિલ સુધી ચાલે છે. આ દરમિયાન બસ્તર અને સરગુજા સહિત આદિવાસી વિસ્તારોમાં થતી સ્ટેટ અને નેશનલ સ્તરની ટૂર્નામેન્ટમાં જે ટીમ ભાગ લે છે, તે બાળકોનું પર્ફોર્મન્સ પણ જુએ છે. તેમાં 30થી 40ની પસંદગી થાય છે. તે બધાને હું એક મહિનો કેમ્પમાં રાખીને તાલીમ આપું છું. ત્યાર પછી પ્રદર્શનના આધારે 15થી 20 ખેલાડીનું ફાઈનલ લિસ્ટ જાહેર કરાય છે. એક વર્ષમાં જેમનું પ્રદર્શન સારું હોય, તેમની તાલીમ ચાલુ રખાય છે અને બીજા બહાર થઈ જાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ખેલાડીના અભ્યાસ અને રહેવાની વ્યવસ્થા બે ખાનગી સ્કૂલમાં ફ્રી છે.

No comments:

Post a Comment