![](https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2019/12/09/thumb730-x-5480851_1575874610.jpg)
સ્પોર્ટ્સ ડેસ્ક: બાર્સેલોનાએ સ્પેનિશ ફૂટબોલ લીગમાં રિયલ મલોરકાને 5-2થી પરાજય આપ્યો. બાર્સેલોના 15 મેચથી 34 પોઈન્ટ સાથે ફરી એકવાર લા લિગામાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે. બાર્સેલોના તરફથી લિયોનલ મેસ્સીએ હેટ્રિક લગાવી. આ તેની 35મી હેટ્રિક હતી. 32 વર્ષીય મેસ્સીએ સ્પેનિશ લીગમાં સૌથી વધુ હેટ્રિકનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. મેસ્સીને છઠ્ઠી વખત બેલેન ડિ ઓર મળ્યો.
![](https://i10.dainikbhaskar.com/web2images/www.divyabhaskar.co.in/2019/12/09/thumb730-x-5480850_1575874624.jpg)
ચારમાંથી ત્રણ લીગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન હાર્યા
- ઈપીએલ: માનચેસ્ટર યુનાઇટેડે માનચેસ્ટર સિટીને 2-1થી હરાવી. સિટીના 32 પોઇન્ટ છે. તે ટોપ ટીપ લિવરપૂલ (46)થી 14 પોઇન્ટ પાછળ છે. સિટી ચેમ્પિયન બનવાની રેસમાં પાછળ રહ્યો છે.
- લીગ-1: ડિફેન્ડિંગ ચેમ્પિયન પેરિસ સેન્ટ જર્મેન(પીએસજી)ને ફ્રેન્ચ લીગમાં સતત ચોથી જીત મળી. પીએસજીએ મોન્ટપેલિયરને 3-1થી પરાજય આપ્યો.
- સીરી એ: ઈટાલિયન લીગમાં યૂવેન્ટ્સને લાજિયોએ 3-1થી પરાજય આપ્યો. આ યૂવેન્ટ્સનો વર્તમાન સિઝનમાં પહેલો પરાજય છે. ટીમ બીજા ક્રમે આવી ગઈ છે.
- બુંદેસલિગા: જર્મન લીગમાં બોરુસિયા મોચેનગ્લેડબેકે ડિફેન્ડિંગ ચેમ્પિયન બાયર્ન મ્યૂનિખને 2-1થી પરાજય આપ્યો. બોરુસિયાએ ઈન્જરી ટાઇમમાં ગોલ કર્યો.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
No comments:
Post a Comment